- બાલમેળો...
- વિવિધ રમતો...
- ચિત્ર સ્પર્ધા...
- ક્વિઝ સ્પર્ધા...
- આજનું ગુલાબ...
- આજનો દિપક...
- કાવ્યાગાન સ્પર્ધા...
- નાટક સ્પર્ધા...
- વેશભૂષા...
- વિવિધ દિવસની ઉજવણી...
- કમ્પ્યૂટર... વિવિધ અભિયાન
- શાળા પ્રવેશોત્સવ
- બેટી બચાવો અભિયાન
- ખોયા પાયા
- અક્ષયપાત્ર
- બાળ અદાલત
- બાળ સંસદ
- https://drive.google.com/file/d/0B0JKZL2dcET7bXBQXzhlczJ5RTQ/view?usp=sharing
અહેવાલ
તા-૧૦-૦૩-૨૦૧૬
આજ રોજ તા-૧૦-૦૩-૨૦૧૬ને ગુરુવારે પ્રા શાળા
જરગાલ તા-ગળતેશ્વર જિ-ખેડામાં બાળમેળાની ભવ્ય ઊજવાણી કરવામાં આવી. સૌ પ્રથમ અગાઉ
કરેલા બાળમેળાનું આયોજન મુજબ શુભશરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી.બાલિકાઓ દ્રારા સુંદર
પ્રાર્થના,ભજન,ધૂન રજૂઆત કરવામાં આવી.
ત્યારબાદ
બાળમેળાને SMC અધ્યક્ષ દ્રારા કાર્યક્ર્મને ખુલ્લો મુકવામાં આવ્યો.ત્યારબાદ શાળા આચાર્ય
દ્રારા બાળમેળામાં કરવાની પ્રવૃત્તિ અંગે બાળકોને સમજ આપવામાં આવી. ધો-૧ થી ૫ ના
બાળકો દ્રારા બાળગીત તથા બાળવાર્તા રજુ કરવામાં આવી.ધો-૬ થી ૮ વિદ્યાર્થી દ્રારા
પોતાનો પરીચય અંગ્રેજી,હિન્દી ભાષામાં આપવામાં આવ્યો.
ત્યારબાદ અગાઉ પાડેલા ગૃપ મુજબ ધો-૧થી૫ના
બાળકો દ્રારા ચિત્રકામ,કાગળકામ,રંગોળી
સ્પર્ધા,ચીટકકામ,કોલઝકામ, અને એક મિનિટની પ્રવૃતિ જેવીકે
બટન પરોવવા,સોયમાં દોરો પરોવવા,કાગળની
દડી બનાવવી જેવી હરીફાઇઓ યોજવામાં આવી. જયારે ધો-૬થી ૮ બાળકો દ્રારા સર્જનાત્મક
પ્રવૃતિઓ જેવી કે કાગળકામ,શબ્દો પરથી વાર્તા બનાવવી,કવિતા રચના,માટીકામ દ્રારા રમકડાં બનાવવા વગેરે..તથા
ચાલો શીખીએ દ્રારા ટાયર પંચર,મહેંદી સ્પર્ધા, કેશ ગૂંફન,ભરતકામ, બટન ટાંકવુ, કપડુ સાધવુ, કાગળના પડીકા વાળવા,ચોપડી પર પૂંઠું ચોટાડવુ, વગેરે સ્પર્ધાઓ તથા સ્વજાગૃતિ-સુશોભન-સ્વચ્છતાની
પ્રવૃતિઓ કરવામાં આવી. જેમા બુલેટિન બોર્ડ માટેની તૈયારી,
રંગોળી સ્પર્ધા,ફુલોમાંથી માળા બનાવી,
વગેરે સ્પર્ધાનું સુંદર આયોજન કરી યોજવામાં આવી. નિર્ણાયક શિક્ષકો દ્રારા ચીવટતાથી
અવલોકન વિવિધ પ્રવૃતિનું કરવામાં આવ્યું. સર્વ પ્રવૃતિનું વિડિયોગ્રાફી શ્રી
જિજ્ઞેશભાઇ દ્રારા કેમેરામાં યાદગાર સ્મૃતિ કેદ કરવામાં આવી.શ્રી સરદારભાઇ તથા
શ્રી નવનીતભાઇ દ્રારા લાઇફ સ્કીલની પ્રવૃતિનું સંચાલન કરવામાં આવ્યું.
ત્યારબાદ પર્યાવરણને જાણો અને માણો અનુસાર
કુંડામાં છોડ રોપવા,વૃક્ષોને રંગ કરવો,મેદાન તથા વર્ગખંડ સફાઇ ,શાળા ઔષાધબાગની સમજ જેવી સુંદર પ્રવૃતિ કરી બાળમેળાને સાચા અર્થમાં
ચરિતાર્થ કરવામાં આવ્યો.
ત્યારબાદ અંતે લીંબુ ચમચી,ફુગ્ગા
ફોડ, બટન પરોવવા જેવી વિવિધા સ્પર્ધા યોજવામાં આવી,શ્રી ઇમરાનભાઇ દ્રારા સમગ્ર પ્રવૃતિનું સંચાલનકરવામાં આવ્યું. નિર્ણાયક
શિક્ષકમિત્રો શ્રી રજનીભાઇ, શ્રીસલીમભાઇ દ્રારા દિવસ દરમ્યાન કરેલ સુંદર પ્રવૃતિઓ કરનાર
બાળકોને શાળા આચાર્ય તથા એસ.એમ.સી સભ્ય, સરપંચશ્રી દ્રારા ઇનામ આપી તેમની સિધ્ધિને બિરદાવમાં અને કરેલ પ્રવૃતિનું પ્રદર્શન પણ યોજવામાં
આવ્યું.
બાળકોને
કમ્પ્યૂટર પર શૈક્ષણિક ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું. આમા બાળમેળો બાળકો માટે તેમના સર્વાંગી વિકાસ માટે
યાદગાર બની ગયો. અંતે રાષ્ટ્રગીતનું ગાન બાળમેળાનું સમાપન કરવામાં આવ્યું.
No comments:
Post a Comment