આજ
રોજ તા-૧૦-૦૬-૨૦૧૬ ને શુક્ર્વારે પ્રા શાળા જરગાલ,તા-ગળતેશ્વરમાં
પ્રવેશોત્સાવનું ભવ્યઆયોજન કરવામાં આવ્યું. સૌ વિધાર્થીઓ તથા શાળાના શિક્ષકો તથા
એસ.એમ.સી અધ્યક્ષ તથા સભ્યો,સરપંચ,ગામજનો
આનંદભેર ૮:૦૦ કલાકે શાળામાં આવી ગયાં. અગાઉના આયોજન મુજબ મુખ્ય મહેમાનશ્રી માનનીય
ટી.ડી.ઓ સાહેબ,જે એસ.સાધુ સાહેબશ્રી તથા માનનીય નાયબ ટી.ડી.ઓ સાહેબ,તથા લાઇઝન
અધિકારી સાહેબશ્રી અરવિંદભાઇ કે પરમાર સાહેબ તથા સી.ડી.પી.ઓ બહેનશ્રીનું શબ્દોરૂપી
પુષ્પથી શાળાની બાલિકાઓ દ્રારા સ્વાગત
કરવામાં આવ્યું.
ત્યારબાદ શાળા પ્રવેશોત્સાવ કાર્યક્ર્મની
શુભશરૂઆત પ્રાર્થના ગાન “મનુષ્ય તુ બડા મહાન હૈ”
અભિનય સાથે શાળાની ધો-૬થી૮ની બાલિકઓ દ્રારા કરવામાં આવી.
પછી દેશભક્તિગીતનું ગાન શેખ રૂકશારે દ્રારા કરવામાં આવ્યું.ખુબ જ સુંદરગીત રજુ
કરવા બદલ મહેમાનશ્રી પ્રોત્સાહનના ભાગરૂપે દ્રારા ૧૦૧ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું.ત્યારબાદ
શાળાના વિધાર્થી દ્રારા યોગ રજુ કરવામાં આવ્યા.પછી પધારેલ મોઘેરા મહેમાનનું સ્વાગત
ફળોની ટોપલી આપી કરવામાં આવ્યું.આંગણવાડીના નાના ભૂલકાઓનું ફળોની ટોપલી તથા સુખડી આપી
મહેમાનશ્રીના વરદ હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો.
ત્યારબાદ ધોરણ-૧માં પ્રવેશપાત્ર નાના
ભૂલકાઓને દફતર આપી શાળામાં પ્રવેશ મુખ્ય
મહેમાનશ્રી માનનીય ટી.ડી.ઓ સાહેબ,જે એસ.સાધુ સાહેબશ્રી તથા માનનીય નાયબ ટી.ડી.ઓ
સાહેબ,તથા લાઇઝન અધિકારી સાહેબશ્રી અરવિંદભાઇ કે પરમાર સાહેબ તથા સી.ડી.પી.ઓ
બહેનશ્રીના હસ્તે આપવામાં આવ્યો. આંગણવાડીના બાળકોને રમકડાં વિતરણ તથા કુમકુમ તિલક
કરી પ્રવેશ આપવામાં આવ્યો.શાળાના પ્રથમ નંબર લાવનાર ધોરણ-૩થી૮ ના બાળકોને
મહેમાનશ્રીમુખ્ય મહેમાનશ્રી માનનીય ટી.ડી.ઓ સાહેબ,જે એસ.સાધુ સાહેબશ્રી તથા માનનીય
નાયબ ટી.ડી.ઓ સાહેબ,તથા લાઇઝન અધિકારી સાહેબશ્રી અરવિંદભાઇ કે પરમાર સાહેબ તથા
સી.ડી.પી.ઓ બહેનશ્રી તથા દાતાશ્રી,સરપંચશ્રી,એસ.એમ.સી.અધ્યક્ષશ્રી.કે.જી.એન.શાળાના
આચાર્ય દ્રારા પુસ્તક ઇનામ આપી સન્માન
કરવામાં આવ્યું.
ત્યારબાદ
શાળામાં ભણેલ તથા સદાય શાળાને દાન આપતા દાતાશ્રી એવા શ્રીયાકુબભાઇનું સાલ આપી
શાળાના આચાર્યશ્રી અનિશભાઇ દ્રારા સન્માન કરવામાં આવ્યું.ત્યારબાદ વયોવૃધ્ધ
વ્યક્તિ શ્રીઉસ્માનગની આર. મલેક તથા શાળામાં ભણેલા પોતાના કાર્યક્ષેત્રમાં નામના
મેળવેલ શ્રી મણીભાઇ પટેલનું સાલ આપી સન્માન કરવામાં આવ્યું.
શાળાના બાળકો દ્રારા અમૃતવચન “બેટી બચાવો”
પર ધોરણ-૮ની વિધાર્થીની બતુલબાનું દ્રારા,તથા “યોગ
બનાવે નિરોગી”
વિષય પર ધોરણ-૮નો વિધાર્થી મહંમદતોકીર દ્રારા સુંદર અમૃતવચન રજુ કરવામાં આવ્યું.
ત્યારબાદ
મુખ્યમહેમાનશ્રી ટી.ડી.ઓ સાહેબશ્રી દ્રારા શાળા પ્રાવેશોત્સવનું મહત્વ,શિક્ષણનું
મહત્વ,સરકારની
વિવિધ યોજનાઓ,
વિષે બાળકો તથા ગામજનોને વિસ્તૃતમાહિતી આપી હતી. લાઇઝન અધિકારી સાહેબશ્રી
અરવિંદભાઇ કે પરમાર સાહેબ વાલીઓને બાળકોને ભણાવવા અપીલ કરી,શિક્ષણનું
મહત્વ સમજાવ્યું. શાળાને તથા પ્રવેશપામનાર નાના ભૂલકાઓને ઉન્નત ભવિષ્ય માટેની
શુભકામના આપી હતી.
શાળા
પ્રવેશોત્સાવ કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ મુખ્ય મહેમાનના હસ્તે કરવામાં આવ્યું
હતું. ત્યારબાદ શાળા પ્રવેશોત્સાવ
કાર્યક્ર્મને સફળ બનાવનારનો સૌનો આભાર વ્યક્ત કરી,રાષ્ટ્રગીતનું
ગાન કરી શાળા પ્રવેશોત્સાવ કાર્યક્ર્મની ભવ્ય સફળતાપૂર્વક ઉજવણી પૂર્ણ કરવામાં આવી
હતી.

No comments:
Post a Comment