Saturday, 17 March 2018

સી.આર.સીની એક દિવસીય તાલીમ...ધોરણ૧ થી 8 પ્રાથમિક શાળા જરગાલમા...તા.17.03.2018


     
            અહેવાલ લેખન...

         આજ રોજ તા-૧૭-૦૩-૨૦૧૮ના રોજ સી.આર.સીની એક દિવસની ધોરણ-૧ થી ૮નીતાલીમ(કલસ્ટર કક્ષાની) સવારે ૭:૦૦ કલાકે પ્રા.શાળા જરગાલ તા-ગળતેશ્વર જી-ખેડામાં આયોજીત કરવામાં આવી.જેમાં અગાઉના આયોજન મુજબ તાલીમની શુભ શરૂઆત સર્વધર્મપ્રાર્થનાથી કરવામાં આવી.શ્રી પ્રવિણભાઇ દ્રારા જીવન અંજલિ થાજો પ્રાર્થનાનું ગાન કરાવવામાં આવ્યું.શ્રી દેવેન્દ્રભાઇ દ્રારા ધૂનનું ગાન કરાવામાં આવ્યું.
        સી.આર.સી પિનાકીનભાઇ દ્રારા તાલીમનો હેતુની ચર્ચા કરવામાં આવી.ત્યારબાદ ૭:૩૦ કલાકે આઇડીયલ એન્ટીક મેથ શ્રી અક્ષયભાઇ દ્રારા ગણિતની વિવિધ ગેમની સમજ આપવામાં આવી.ગણિત સરલ અને મૌખિક પધ્ધતિ દ્રારા શીખવાની વિવિધ રીતોની વિસ્તારથી સમજ આપવામાં આવી.
       ત્યારબાદ સ્કૂલ સેફટી પોલીસીમાં શાળામાં રાખવાની તકેદારીની સમજ આપવામાં આવી.શાળામાં બનતી ઘટનામાં શિક્ષકો દ્રારા રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
      ત્યારબાદ આવનાર ગુણોત્સવ-૮ અંગે વિસ્તૃત્ત સમજ બાયસેગના માધ્યમથી આપવામાં આવી.જે અંગે વિવિધ સૂચનો નિયામકશ્રી દ્રારા આપવામાં આવ્યા. આગામી તાલીમ ફેસ ટુ ફેસ મોડ અથવા ઓનલાઇન તાલીમ અંગે ચર્ચા કરવામાં આવી. NAS આધારીત પરિણામ અને ગુણવતાલક્ષી બાબતોની સમજ આપવામાં આવી.
         ઓફ એઇરમાં ધોરણ- ૧ થી ૫માં શ્રી નવનીતભાઇ દ્રારા આવનાર માસમાં કરવાની કામગીરી અંગે સમજ આપવામાં આવી.ધોરણ-૬થી૮માં કુ.બિસ્મીલ્લાબેન દ્રારા આવનાર માસમાં કરવાની શૈક્ષાણિક કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી.ઓ.એમ.આર દ્રારા લેવામાં આવનાર ગુણોત્સવમાં પ્રશ્નોની સમજ આપવામાં આવી. ત્યારબાદ સૌ શિક્ષકમિત્રો તાલીમના અંતે રાષ્ટ્રગીતનું ગાન કરી અને ભોજનને ન્યાય આપી છુટા પડયા.



                   જય જય ગરવી ગુજરાત...

No comments:

Post a Comment