Wednesday, 4 April 2018

ધોરણ-૮નો વિદાય કાર્યક્રમ તા-૦૪-૦૪-૨૦૧૮ ના રોજ પ્રાથમિક શાળા જરગાલમાં યોજાયો.


यादे संजोकर आँखें भीगोकर जा रहे हो यहाँ से विदा होकर
करते है प्रार्थना यहीं जहाँ भी जाओ सफलता ही पाओ।।
ધોરણ-૮નો વિદાય કાર્યક્રમ તા-૦૪-૦૪-૨૦૧૮ યોજાયો તેની
ફોટો ગેલેરી.... 

વિદાય ગીત સ્મરણ તમારા હૈયે મારે રહી જશે
વિદાય ઘા આ કર્મો શું કહી જશે...
                            સ્મરણ તમારા હૈયે.....
પાંખ પસારી પંખીઓ ઉડી રહ્યા
ખબર નથી કઈ ડાળીએ ઉડી જશે...
                            સ્મરણ તમારા હૈયે....
વેળા છે વસમી ઘણી વિદાયની આ
શ્રદ્ધા છે હૈયે આ યાદો વસી જશે...
                             સ્મરણ તમારા હૈયે....

                                      વિદાય વેળા એ ગવાયેલ આ ગીત ખરેખર ખુબ જ કારમો ઘા કરી જાય છે.વિદાય સમારંભમાં   ઉપસ્થિત પ્રા.શાળા જરગાલ સ્ટાફ  દ્રાર વિદાય લઇ રહેલ શાળાના ધોરણ-૮ના વિદ્યાર્થીઓની પ્રગતિ  અને તેમનામાં વર્ષ દરમિયાન જોવા મળેલ  શિસ્તનું આ પ્રસંગ
બિરદાવવામાં આવી.  શાળાના આચાર્ય સાહેબ શ્રી અનીશભાઇ,શ્રી નવનીતભાઇ તથા શ્રી ઇમરાનભાઇ, શ્રી હર્નિશભાઇઅનેઆ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું અને પોતાનું ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિ કરો અને એક સારા નાગરીક બનો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ. ધો-૮ના બાળકો ધ્વારા શાળાને બે ભેટ આપવામાં આવી. જે હંમેશા અમારા માટે મૂલ્યવાન રહેશે. શાળાના આચાર્ય સાહેબ શ્રી તથા સમગ્ર શિક્ષક સ્ટાફ ધ્વારા બાળકોને આશિર્વચનો આપવામાં આવ્યા. ધો-૮ના વર્ગશિક્ષકે શ્રી હર્નિશભાઇ અને નિલેશભાઇ દ્રારા પોતાના વર્ગની કામગીરીનો આછો ચિતાર આપ્યો .
  અંતમાં  વર્ગશિક્ષક શ્રી નિલેશભાઈ અને શ્રી હર્નિશભાઇ દ્રારા સ્વખર્ચે બાળકોને આઇસ્ક્રીમનો આનંદ કરાવ્યો અને સાથે સાથે શાળા પરિવારે બધા બાળકો સાથે ફોટો  પડાવી પોતાની મીઠી યાદોને કેમેરામાં કેદ કરી લીધી.સમૂહ આઇસ્ક્રીમના સ્વાદનો આનંદ માની આજનો કાર્યક્રમ ખુબજ દુઃખી મને પૂર્ણ કર્યો.
 
 

સમૂહ ફોટો શાળા પરિવાર સાથે ધોરણ-૮ વિદ્યાર્થીઓ સાથે


સમૂહ આઇસ્ક્રીમના સ્વાદનો આનંદ લેતા ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ...
સમૂહ ફોટો ધોરણ- ૬ થી ૮ શિક્ષકો સાથે.......









સમૂહ ફોટો વર્ગ શિક્ષકશ્રી સાથે














 

No comments:

Post a Comment