Wednesday, 15 August 2018

15 મી ઓગસ્ટ ની ઉજવણી 72 માં સ્વાતંત્ર દિન .....15.08.2018

 સરપંચશ્રીજાકિરભાઈ મલેક હસ્તે ધ્વજવંદન......ગ્રામપંચાયત જરગાલ...





 ગામના વડીલ કાલુ ભાઈ દ્વારા ધ્વજવંદન....પ્રા.શાળા જરગાલ...



વાલી સંમેલન......













અહેવાલ લેખન
તા ૧૫/૮/૨૦૧૮
[સ્વાતંત્ર્યદિન અને વાલી સંમેલન]
આજ રોજ તા ૧૫/૮/૨૦૧૮ ને બુધવાર ના રોજ પ્રા શાળા જરગાલ મા ૭૨ મા સ્વાતંત્ર્યદિન ની ઉજવણી કરવામા આવી. ગામ માથી સરપંચ શ્રી તથા ગામ પંચયત ના સભ્યો, એસ એમ સી ના સભ્યો તથા ખુબ મોટી સંખ્યામા ગામ લોકો હાજર રહ્યા.રાષ્ટ્રગીત ઝંડાગીત અને દેશભકિત ગીત નુ ગાન કરી ખુબ ઉત્સાહપુર્વક સ્વાતંત્ર્યદિન ની ઉજવણી કરવામા આવી.ગામના સરપંચશ્રી તથા કાલુ ભાઇ તરફથી બાળકોને મિઠાઇ વહેચવામા આવી.
ત્યાર બાદ શાળા મા વાલી સંમેલન નુ આયોજન કરવામા આવ્યુ. શાળાના આચાર્યશ્રી અનીસમહંમદ શેખ સાહેબે ઉપસ્થિત તમામ વાલી ઓનુ સ્વાગત કર્યુ. ત્યાર બાદ એસ એમ સી નાસભ્યો અને આચર્યશ્રી દ્વારા સમગ્ર સ્કૂલ ડેવલોપમેંન્ટ પ્લાન પર વિચારણા કરવામા આવી.શાળામા ચાલતા વિવિધ કાર્યક્રમો વિશે વાલી ઓ ને જણાવવામા આવ્યુ. ગત વર્ષ મા શાળા એ મેળવેલ સિધ્ધિઓ વિશે જણાવવામા આવ્યુ. શાળામા હાલ મા ચાલી રહેલા મિશન વિદ્યા કાર્યક્રમ વિશે સમજ આપવામા આવી. મિઝેલ્સ રુબેલા રસીકરણ વિશે વાલી ઓ ને સમજાવવામા આવ્યા અને વધુ મા વધુ બાળકો રસીકરણ નો લાભ લે તે માટે સમજ આપવામા  આવી વિકલાંગ બળકોને મળતી સહાય, કન્યાકેળવણી ,સ્વચ્છતા કાર્યક્રમ,વ્રુક્ષરોપણ જેવા કાર્યક્રમોની સમજ આપવામા આવી,
ત્યાર બાદ શાળા ભાષા શિક્ષક શ્રી ઇમરાન ભાઇ શેખ સહેબે શાળા ના બાળકો શિષ્યવ્રુત્તિ ની પરીક્ષા પાસ થાય તે માટે શાળા મા ચલતા વધારાના ક્લાસ ની માહિતી આપવામા આવી. ત્યાર બાદશાળા વિશે વાલીઓ ના અભિપ્રાય લેવાવા મા આવ્યા .વાલી ઓએ કરેલા સુચનોની નોધ કરવામા આવી .અને છેલ્લે આપણી શાળા ને શ્રેષ્ઠ શાળા બનાવવા મા આપણે બધા સાથે મળી કામ કરીશુ એવી પ્રતિજ્ઞા સાથે વાલી સંમેલન પુર્ણ કરવામાઆવ્યુ.
જય હિન્દ

2 comments: