૨૧ જૂન વિશ્વ યોગ દિનની જરગાલ પ્રા.શાળામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને વિવિધ વિભાગોમાં વહેચી કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, શ્લોકથી કરવામાં આવ્યો ત્યારબાદ હળવી કસરત ગરદનનું પરિભ્રમણ, કાંડાનું પરિભ્રમણ કરવામાં આવ્યું જેથી આ કાર્યક્રમને વેગ મળ્યો. ત્યારબાદ યોગાસનોમાં તાડાસન, પાદહસ્તાસન વૃક્ષાસન કરાવવામાં આવ્યું, કપાલભાતી, ભુજંગાઆસન, શવાસન પણ ક્રમશ: કરાવવામાં આવ્યા.
અંતિમ ચરણમાં સૌ ગ્રામજનો સાળાના વિદ્યાર્થીઓ, શાળા પરિવાર, વાલીઓ એસએમસીના સભ્યો સૌ સાથે મળીને ‘સમગ્ર વિશ્વમાં એકતા જળવાય દરેક મનુષ્યનું મન સંતુલિત રહે અને પ્રત્યેક જન શાંત, આનંદી રહે તેવી નેમ વ્યક્ત કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક જિજ્ઞેશભાઇ દ્રારા કરેલ.
આજ રોજ પ્રાથમિક શાળાજરગાલના મેદાન ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમા સવારથી જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ યોગમાં જોડાયા હતા. આ યોગમાં અલગ અલગ યોગકરીને ઉજવણી કરી હતી.
No comments:
Post a Comment