💥શિક્ષકદિનની ઉજવણી 💥
गुरू ब्रम्हा, गुरू विष्णु, गुरू देवो महेश्वरा, गुरू साक्षात परम्ब्रम्ह तस्मय श्री गुरूवेनमः
➡પ્રાથમિક શાળા વિદ્યાર્થીના જરગાલ તા.ગળતેશ્વર જી.ખેડામાં જીવનનો યાદગાર દિવસ ઉજવાયો. આજે અમારા બાળકોએ શિક્ષકદિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. આજે સવારથી જ શાળામાં અદભુત વાતાવરણ જોવા મળ્યું હતું. આજે જેઓ શિક્ષક બન્યા હતા તેઓ તો ઉત્સાહિત હતા પણ આજે વિદ્યાર્થીઓ પણ ખુબ જ ખુશ હતા કેમ કે આજે એમના મિત્રો જ એમને ભણાવાના હતા. આજના આખા દિવસ દરમ્યાન શાળાનું સંચાલન આજના દિવસના આચાર્ય બનેલા શેખ રૂહાન અને મલેક સોયેબ મહંમદ એ કર્યુ હતું.સૌ પ્રથમ આજની પ્રાથનાસભાથી આ વિશેષ દિનની ઉજવણીની શરૂઆત કરાઈ હતી. પછી વિદ્યાર્થી શિક્ષકોએ શિક્ષક તરીકેની પોતાની ભુમિકા નિભાવી હતી અને દિવસ દરમ્યાન શિક્ષણ કાર્ય કર્યુ હતું. સાંજે સભાનું આયોજન કરાયુ હતું જેમા આજના દિવસે શિક્ષક બન્યા તેમણે પોતાના અનુભવો કહ્યા હતા આચાર્ય બનેલા શેખ રૂહાન અને મલેક સોયેબ એ પણ પોતાના અનુભવો જણાવ્યા હતા સાથે એમણે આજે જે મિત્રો સેવકો બન્યા હતા એમનો આભાર માન્યો હતો. અંતે શાળાના ગુરુજીઓએ અને વાડદ સેન્ટરના સી.આર.સી.સાહેબ શ્રી પિનાકીનભાઈ પણ બાળકોને શુભેચ્છા ઓ તથા આશીર્વાદ આપવામાં આવ્યા. આજનો આ સમગ્ર દિવસ ઉર્ષોઉલ્લાસથી ઉજવાયો હતો.
શિક્ષક બનેલ સૌ વિદ્યાર્થીઓને ખૂબ સારી શુભેચ્છા ઓ... સાથે અભિનંદન.....

No comments:
Post a Comment