Wednesday, 18 December 2019

વનભોજન કાર્યક્ર્મ 18.12.2019

જરગાલ  પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો પર્યટન સ્થળ તકિયા દરગાહ મેદાનમાં વન ભોજનનો કાર્યક્રમ યોજાતા વિદ્યાર્થો સ્વાદિષ્ટ ભોજનની સાથે અતિરમણીય કુદરતી સૌદર્યની ભરપુર માઝા માણી હતી.
જરગાલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અનીશભાઇ તથા ઇમરાન ભાઈ તરફથી વેજીટેબલ પુલાવ અને કઢીનું આયોજન કરવામાં આવ્યું.   શાળામાં અભ્યાસ કરતાં બાળકોએ પોતાના મનગમતાં સ્થળે જઈ ખૂબ જ ખુશ થઈ ગયા.ત્યાં જઈ પોતાની મનગમતી રમતો જૂથમાં રમી.
શાળાના નાના ભૂલકાઓ વિદ્યાર્થો કુદરતના નજારાની મઝા માણી અતિ પ્રફુલીત થયા હતાં.  શાળાના વિદ્યાર્થીઓ માટે વન ભોજનનો કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.


આ તબક્કે આયોજનમાં જેમનુ વિશેષ યોગદાન છે તેવા મધ્યાહન ભોજનના સંચાલક શ્રી મિનેશ ભાઈ પટેલ અને રજનીભાઇ પટેલ તથા જેમને બાળકો માટે આઇસર ટેમ્પો લેવા મૂકવા માટે સેવા આપી છે તેવા યાકુબ ભાઈનો અને સ્ટાફ પરીવારનો પ્રા.શાળા જરગાલ ખૂબ ખૂબ આભાર માને છે.















































No comments:

Post a Comment