ગાંધી જયંતિ – વિશ્વ માનવ મહાત્મા ગાંધીનો જન્મ દિવસ
૨ જી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ .
એમના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવાનો દિવસ .
ગાંધીજીએ કહેલું કે મારું જીવન એ જ મારો સંદેશ છે .
મહાત્મા ગાંધી એક વિશ્વ માનવ હતા।
વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શોએ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –
“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.
વિશ્વ વિચારક ટોફલર જુઓ ગાંધીજી વિષે શું કહે છે !
“૨૧ મી સદી ટેકનોલોજીની દ્રષ્ટીએ સેટેલાઈટનો ઉપયોગ કરતી હશે અને માનવ મુલ્યોની દ્રષ્ટીએ ગાંધીને અનુસરતી હશે .”
ગાંધીજીના જીવન અને કાર્યોની વિગતે માહિતી વિકિપીડીયાની આ લીંક ઉપર વાચો .
ગાંધીજી એક સાચા વૈષ્ણવ જન હતા . કવિ નરસિંહ મેહતાનું આ ભજન જે ગાંધીજીને ખુબ પ્રિય હતું અને એમની પ્રાર્થના સભામાં વારંવાર ગવાતું હતું એ નીચે પ્રસ્તુત છે .
આ ભજનમાં જણાવેલ વૈષ્ણવ જનનાં લક્ષણો દરેક જણમાં હોવાં જોઈએ .જો હોય તો જ એમને સાચી અંજલી આપી કહેવાય .
વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે. ॥૧॥
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥
મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥
-નરસિંહ મહેતા
No comments:
Post a Comment