Wednesday, 19 December 2018

શૈક્ષણિક પ્રવાસ તા.18.12.2018 એક દિવસીય સફળ પ્રવાસ આયોજન

          

 '' ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા.

        જંગલની કુંજ કુંજ જોવી હતી. ''   

                 પ્રવાસ નું નામ સાંભળતા જ બાળક નું મન થનગની ઉઠે છે.. પ્રવાસ ગયા પહેલાજ તેનું  મન બધેજ ઘૂમી આવે છે.. પ્રવાસ પહેલા જ બઘી તૈયારી કરી નાખે છે. અને પ્રવાસ ની તારીખ ની કાગડોળે રાહ જુએ છે. મિત્રો સાથે ચર્ચા કરી પ્રવાસ મા કરવાની મજા નું આયોજન બનાવી નાખે છે..                                                                                                              વિદ્યાર્થી જીવન માં શિક્ષણની સાથોસાથ પ્રવાસ... પયૅટન... પ્રદર્શન જરૂરી છે. તેનાથી બાળક માં લાંબો સમય સ્મૃતિ રહે છે. સાથોસાથ મિત્રો સાથે હળીમળીને રહેવાની સાથે આનંદમય પળો યાદગાર બની રહે છે.                             
  1.  પ્રા.શાળા જરગાલ તા.ગળતેશ્વર દ્વારા શૈક્ષણિક પ્રવાસ તા.18.12.2018ના રોજ યોજાયો જેમાં સાંસ્કૃતિક વારસાને જાણી શકે તથા પ્રકૃતિ અને વિજ્ઞાનને નજીકથી અનુભવી શકે તે ઉદૃેશ્યથી પ્રા. શાળા જરગાલ તા.ગળતેશ્વર  શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની 61 વિદ્યાર્થીઓ અને આચાર્ય અનીશભાઈ  તથા શાળા સ્ટાફ  પણ જોડાયા હતાં. શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બાળકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, ફલાવર વેલી, પોઇચા વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી.શાળાના મધ્યાન ભોજન સંચાલક તરફથી બે ટાઇમ ભોજન આપવામાં આવ્યું.જે બદલ શાળા શ્રી મિનેષભાઇ પટેલનો આભાર માને છે.

     આપ સર્વ વાલીઓ પ્રવાસ માટે સાથ સહકાર આપવા બદલ આપ સર્વ વાલીઓનો ખૂબ ખૂબ આભાર......

પ્રવાસના સ્થળ...

  • સરદાર સરોવર ડેમ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી
  • ફલાવર વેલી
  • પોઇચા
















































































































































































No comments:

Post a Comment