*ભાવભીનીવિદાય*
"આજે વસંતમાં પાનખર દેખાય છે..
આજે હસતાં ચહેરા ગમગીન દેખાય છે...
કોઈ આપનું જતું દેખાય છે...
રોકાઈ જાવ રોકાઈ જાવ તેવા શબ્દો વંચાય છે..
જરગાલ શાળામાંથી એક સારા શિક્ષક જાય છે..."
તા.29.01.2014 થી પોતાની વ્યક્તિગત કારકિર્દી એવા પ્રવિત્ર શિક્ષક તરીકેના વ્યવસાયની શરૂઆત પ્રા.શાળા જરગાલમા કરી.પોતાના વતનથી 500 કિમી દૂર રહી ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી જેવા અઘરાં વિષયને પણ તેમના સ્વભાવ મુજબ સરળ રીતે ધોરણ.6 થી 8 બાળકોને આત્મીયતા કેળવી શિક્ષક તરીકેની પોતાની વિશેષ ઓળખ ગામમાં પણ કરી હતી. પોતે બાળકોમાં શિસ્તમાં ખૂબ જ માનતા સાથે સાથે રિશેષ સમયમાં બાળકો સાથે રમત રમતા.દૂરની મુસાફરી કરી શાળામાં આવે ત્યારે તેમનામા એક નવી સ્ફૂર્તિથી કામ કરે તે તેમની વિશેતા હતી.
દયાળુ તથા પ્રેમાળ સ્વભાવના નિલેશભાઈ આજે બાળકો વિદાય આપતા ધુસકે ધૂસકે રડતા હતા તે તેમના પ્રેમાળ સ્વભાવની ટાપસી પુરે છે. આજે જયારે નિલેશભાઇને વિદાય આપવામા આવે છે ત્યારે પ્રરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે પોતાનો શિક્ષક તરીકેનો વ્યવસાય નિષ્ઠાથી બજાવે તથા વહેલી તકે આપના જિલ્લામાં બદલી થાય અને પરીવાર સાથે સુખેથી જીવન પસાર કરો તેવી શુભેચ્છાઓ.....
"આવજો" ....... નિલેષભાઇ,આપની ખોટ શાળામાં જરૂર રહેશે.
શાળા પરીવાર તરફથી આપવામાં આવેલ ભેટ:-
- સોનાની વિટીં-અનીશભાઇ,નવનીતભાઇ,હર્નિશભાઇ,રજનીભાઇ,સલીમભાઇ,
- જીજ્ઞેશભાઈ,ઇમરાનભાઇ તરફથી,
- ધોરણ-૮ના બાળકો તરફથી ડિનર સેટ
- ધોરણ-૭ ના બાળકો તરફથી આઇસ્ક્રીમ સેટ
- ધોરણ-૯ ની વિદ્યાર્થીનીઓ તરફથી બાઉલ સેટ
- ધોરણ-૧૦ ની વિદ્યાર્થીની ઓ તરફથી ભેટ
No comments:
Post a Comment