Thursday, 25 July 2019

બાલસંસદ ની ચુંટણી.....તા.25.07.2019ના રોજ ડિજીટલ ચૂંટણી યોજવામાં આવી...

 બાળ સંસદ 2019-20

ડીજીટલ ઈલેકશન 
✌✌✌✌✌✌
🗳🗳🗳🗳🗳🗳🗳




                   બાળકોમાં લોકશાહી ના મૂલ્યોનું સિંચન કરવાના હેતુ થી શાળા માં બાળ સંસદની ચુંટણી યોજવા માં આવી હતી.આ વખતે ડીજીટલ ઈલેક્શન યોજવામાં આવ્યું હતું .અહી સૌ પ્રથમ બાળકોના આવેદન પત્રો ભરવામાં આવ્યા હતા અને તે માટે શાળા પરિવાર માંથી બે શિક્ષક મિત્રો પટેલ જીજ્ઞેશ ભાઈ અને ઇમરાનભાઈ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી હતી. જયારે શાળા ના તમામ શિક્ષક મિત્રો એ આ કામગીરીમાં સારો એવો સહયોગ આપ્યો હતો . 



                  સૌ પ્રથમ તો ગુગલ ફોર્મ માં જઈ ને વિદ્યાર્થી ઓના બેલેટ પેપર બનાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જે વિભાગ માં જે બાળકે ઉમેદવારી નોધાવી હતી તે વિભાગ માં તેના નામ અને ફોટા સાથે ની વિગત અપલોડ કરવામાં આવી હતી. અહી શાળા ના વિવિધ ખાતા માં જે વિદ્યાર્થીની ઉમેદવારી નોધવામાં આવી હતી. જેવાકે મહામંત્રી , સફાઈમંત્રી ,પ્રાર્થના મંત્રી , આરોગ્ય મંત્રી ,રમત ગમત મંત્રી, શણગાર મંત્રી જેવા વિવિધ ખાતા ઓ રાખવામાં આવ્યા હતા.

                 ત્યાર બાદ ગુગલ ફોર્મ માં તૈયાર કરવામાં આવેલી લીંક ને ઈ - મેઈલ દ્વારા અલગ અલગ મોબાઈલ માં મોકલવામાં આવી અને મોબાઈલ ને બેલેટ પેપર તરીકે રાખવામાં આવ્યો. આમ કરવા થી સમય અને કાગળ નો પણ બચાવ થયો અને .બાળકો એ  ઉત્સાહભેર આ ચુંટણી માણી હતી. અને ચૂંટણીના અંત માં પરિણામ સીધુજ જાહેર કરવામાં આવ્યું હતું













































No comments:

Post a Comment