આજરોજ તારીખ ૨જી ઓક્ટોબર 2019 , મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી પ્રાથમિક શાળા, જરગાલ ખાતે ઉત્સાહભેર ઉજવવામાં આવી.
જેની શરૂઆત ગાંધીજીના પ્રિય ભજન "વૈષ્ણવજન તો તેને રે કહીએ..." થી કરવામાં આવી. ત્યારબાદ "સાંપ્રત સમયમાં ગાંધીજીના વિચારો" તે વિષય અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી .ત્યારબાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને અંતે ક્વિઝસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. પાંચ ટુકડી બનાવી ક્વિઝ સ્પર્ધા યોજાઇ.જેમાં કસ્તુરબા ટુકડી વિજેતા બન્યા.શાળા આચાર્ય દ્વારા 100₹ ઇનામ આપવામાં આવ્યું.50₹ ઇનામ ક્વિઝ સ્પર્ધામા બીજો નંબર મેળવનાર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. શાળાના શિક્ષકશ્રી નવનીત સાહેબ દ્વારા ગાંધીજીના જીવન પ્રસંગોની વિદ્યાર્થીઓને ઝાંખી કરાવવામા આવી. શાળાના આચાર્ય તેમજ સ્ટાફ મિત્રોએ ગાંધીજી વિશે પોતાના વિચારો રજૂ કર્યાં. અંતે પ્લાસ્ટિક મુક્ત સંકલ્પ સૌ વિદ્યાર્થી ઓ અને શિક્ષકો દ્વારા લેવામાં આવ્યો. આમ સૌ શિક્ષક મિત્રો ,વિદ્યાર્થી મિત્રોએ ઉત્સાહભેર ગાંધી જયંતીની ઊજવણી કરી ધન્યતા પ્રાપ્ત કરી..
"ગાંધીબાપુ અમર રહો"
ક્વિઝ સ્પર્ધા માં બીજો નંબર મેળનાર ટીમ
ક્વિઝ સ્પર્ધા વિજેતા......
No comments:
Post a Comment