વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હદય ના માનવીને પણ એક વખત આંખો માંથી આસુ લાવી દે છે. વિદાય અનેક પ્રકારની હોય છે. એમાંય શિક્ષક ની વિદાય વસમી લાગે છે.
આજ રોજ અમારી શાળામાં ફરજ બજાવતા કતૅવ્ય નિષ્ઠ ,હસમુખા સ્વભાવ ના બહેન શ્રી ચંપાબેન સી ડામોર આજ રોજ માનભેર વિદાય આપવામાં આવી. કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી ત્યાર બાદ શાળા નાં મુખ્ય શિક્ષક શ્રી અનીશભાઇ દ્વારા આવેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરાયું હતું ત્યારબાદ વાડદ પે સેન્ટર ના આચાર્ય શ્રી અને પે સેન્ટરના મુખ્ય શિક્ષકો અને શિક્ષક સંઘના સદસ્ય અને સી.આર.સી શ્રી દ્વારા બહેન શ્રી ચંપાબેનની કામગીરી ને બિરદાવી હતી. શાળા ના સ્ટાફના તમામ શિક્ષક મિત્રો એ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.
બહેન શ્રીચંપાબેન ને શ્રીફળ આપી સાલ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. વિદાય લેતા બહેન ને પણ શાળા પરિવાર નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.અંતે સોનૈયા શાળાના આચાર્યશ્રી રમણ ભાઈ સાહેબ દ્વારા આભારવિધી કરી.
મહત્વ ની વાતતો એ હતી કે ચંપાબેન એ પોતાની નોકરીના વર્ષો બે ગામમાં પૂર્ણ કર્યા હતા સમગ્ર કાર્યક્રમ ના અંતે અલ્પાહાર લઈ સૌ છુટા થયા હતા અને તમામ કાર્યક્રમ નું સુંદર આયોજન શાળા ના આચાર્ય શ્રી અનિશભાઈ શેખ તથા સ્ટાફે કર્યું હતું
![]() |



































No comments:
Post a Comment