Monday, 21 June 2021

વિશ્વ યોગ દિવસની ઉજવણી તા.21.062021

🔰🔰યોગના આ ફાયદા પણ છે:💠💠


> ઉંઘ સારી આવે છે.

> શરિરમાં ઉર્જા અને શક્તિનો સંચાર કરે છે.

> બ્લડપ્રેશરને કાબુ રાખવામાં મદદ કરે છે.

> દુખાવા ઉપર કાબૂ મેળવવામાં મદદ કરે છે.

> ચયાપચયાની ક્રિયાને સારી બનાવે છે.

> રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

> શ્વાસોચ્છાવસ ક્રિયાને સારી બનાવે છે.

> લોહીના પરિભ્રમણને સુધારે છે.

> વજન ઘટાડવામાં મદદ કરે છે.

> માનસિક તાણ અને ચિંતા પર કાબૂ મેળવવામાં મદદ કરે છે

> યાદ શક્તિ વધારે છે

> ડાયાબિટીશના દર્દીઓને બ્લડ શૂગરનું લેવલ પર કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.

> હ્રદય સબંધિત બિમારીઓ થવાની સંભાવનાઓ ખુબજ ઓછી છે


































આસનોની શરૂઆત પહેલાની સાવધાની –➖➖➖➖➖➖➖

🧘‍♂🧘‍♀🧘‍♂આસનો શીખતા પહેલા કેટલીક આવશ્યક સાવધાનીઓ પર ધ્યાન રાખવું જરૂરી છે. આસન પ્રભાવકારી અને લાભદાયક ત્યારે જ બની શકે છે જ્યારે તેને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે.*


1. યોગાસન શૌચક્રિયા અને સ્નાન પતાવ્યા બાદ જ કરવા જોઇએ.


2. યોગાસન સમતળ જમીન પર એક આસન પાથરીને કરવા જોઇએ, દરમિયાન ઋતુ અનુસાર વસ્ત્રો પહેરવા.


3. યોગાસન એક ખુલ્લા, હવાની અવર-જવર થઇ શકે તેવા ઓરડામાં કરવા જોઇએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ વાયુ પહોંચી શકે. બહારના ખુલ્લા વાતાવરણમાં પણ આ અભ્યાસ કરી શકાય છે, પણ વાતાવરણ શાંત હોય તે જરૂરી છે.

4. આસન કરતી વખતે વધારે પડતુ જોર ન લગાવવું. પ્રારંભમાં આપની માંસપેશીઓ કઠણ થશે, પણ અમુક અઠવાડિયા પછી નિયમિત અભ્યાસ કરવાથી શરીર લચીલું બની જશે. આસનો ધૈર્ય રાખીને કરવા જોઇએ. શરીરની સાથે વધારે જબરદસ્તી ન કરવી.

5. માસિકધર્મ, ગર્ભાવસ્થા, તાવ, ગંભીર બીમારી વગેરે દરમિયાન આસનો ન કરવા. ‘

6. યોગાભ્યાસીએ એવું જ ભોજન લેવું જોઇએ જે પચવામાં સરળ હોય. ભોજનની માત્રા પણ શરીરને યોગ્ય હોવી જોઇએ. વજ્રાસન સિવાયના બધા યોગ ખાલી પેટે કરવા જોઇએ.


7. આસનના પ્રારંભ અને અંતમાં વિશ્રામ કરો. આસન વિધિપૂર્વક કરો. પ્રત્યેક આસન બંને તરફથી કરવા તથા તેનો પૂરક અભ્યાસ પણ કરવો.


8. જો આસન કરતી વેળાએ શરીરના કોઇ અંગમાં વધારે પીડા થાય તો યોગ ચિકિત્સકની સલાહ લેવી.


9. જો આંતરડામાં વાયુ, વધારે ગરમી કે રક્તમાં વધારે અશુદ્ધતા હોય તો માથાના બળ પર કરવામાં આવતા આસનો કરવા.


10. યોગનો પ્રારંભ કરતા પહેલા અંગ-સંચાલન કરવું આવશ્યક છે. તેનાથી અંગો જકડાવાની મુશ્કેલી દૂર થશે તથા શરીર આસનો માટે તૈયાર થશે.




 

No comments:

Post a Comment