Friday, 17 June 2022

શાળા સ્થાપના દિનની ઉજવણી...15.06.2022

 આજ રોજ તા.15.06.2022 પ્રાથમિક શાળા જરગાલ ના પટાંગણ માં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના સૂચન મુજબ તેમજ ગુજરાત સરકાર દ્વારા શાળા જન્મદિવસની ઉજવણી ના ભાગ રૂપે પ્રાથમિક શાળા જરગાલનો 83મો સ્થાપના દિન એટલે કે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ ગામમાં થી પધારેલ મહેમાનોનું શાળાના આચાર્યશ્રી અનીશભાઈસાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરાવવામાં  આવ્યું.ઇમરાનભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન, શાળા વિકાસ તેમજ શાળા સ્થાપના દિનનો ઇતિહાસ અને તેમાં આવેલ પરિવર્તન તેમજ શાળાના બાળકોની સિદ્ધિ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરે ને યાદ કર્યા.ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળા દ્રારા સાલ આપી સન્માન કરવામાં આવ્યું.

ત્યારબાદ વર્ષ દરમિયાન વિવિઘ કાર્યક્ર્મ માં ભાગ લીધેલ બાળકો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.

  બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશ ભક્તિ ગીત,વિવિધ ગીતો પર અભિનય રજૂ  કરવામાં આવ્યા હતા.ત્યારબાદ આભાર વિધિ કરી,  બધા મહેમાનો અને   બાળકોની સાથે  ભોજન કરવામાં આવ્યું. કાર્યક્ર્મ પૂર્ણ કરવામાં આવ્યો.























































































































ખરેખર શાળાએ ગામ નું ઘરેણું છે .શાળા એ ગામનું પ્રાણ કેન્દ્ છે.તેમજ શાળા એ ગામ નું ગૌરવ છે.*

🏢🏢🏢🏢🏢🏢🏢🏢

No comments:

Post a Comment