આજરોજ પ્રાથમિક શાળા જરગાલમાં પ્રવેશોત્સવ યોજાઈ ગયો. ડૉ.અમિતભાઈ સાહેબ (જિલ્લા રમતગમત અધિકારી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો.
37 વિદ્યાર્થીઓને ધો.1માં પ્રવેશ આપીને તેમને દફતર કીટ આપવામાં આવી.
આ કાર્યક્રમમાં શાળાને જરૂર સમયે દાન આપી, શાળાને મદદરૂપ થનાર દાતાશ્રીઓ હાજર રહ્યાં હતાં. મહેમાનશ્રીઓ દ્વારા દાતાશ્રીઓનું સન્માન કરાવવામાં આવ્યું હતું.
આ સફળ કાર્યક્રમનો સઘળો યશ પ્રાથમિક જરગાલ શાળાના શિક્ષકશ્રીઓ, એસ.એમ.સી.સભ્યશ્રીઓ તથા ગ્રામજનો,શાળાનાં વિદ્યાર્થીઓને જાય છે.
![]() |
No comments:
Post a Comment